Wednesday 5 August 2015

Medical check up held for women across navsari under Mahila Sasaktikaran Pakhvadiyu

Following text contains gujarati language font.

મહિલા આરોગ્ય કેમ્પ તા. ૦૫-૦૮-૨૦૧૫

અર્બન હેલ્થ સેન્ટર નવસારી મુકામે મહિલા આરોગ્ય દિન નિમિત્તે આયોજિત કેમ્પની વિગત

  આરોગ્ય કેમ્પની શરૂઆતમાં ઉદઘાટન કાર્યક્ર્મમાં શ્રી કે.ડી.ચંદનાણી જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી, શ્રીમતી હેમલતાબેન ચૌહાણ પ્રમુખશ્રી નવસારી નગરપાલિકા, ડો. એસ.ડી. લીંબડ સીવીલ સર્જનશ્રી નવસારી, ડો. પી.એન.કન્નર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી, શ્રી સંજય સોની ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા, ડો. નેહા પટેલ ગાયનેકોલોજીસ્ટશ્રી સી.હો.નવસારી, ડો.આશા ચૌધરી પિડીયાટ્રીશીયનશ્રી સી.હો. નવસારી, ડો.ધવલ મહેતા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી નવસારી, નવસારી નગરપાલિકાના મહિલા કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક એન.જી.ઓ. લાયોનેસ ક્લબ અને જે.સી.આઇ. નવસારીના પ્રમુખ અને મંત્રીશ્રીઓ, અર્બન હેલ્થ ઓફિસરશ્રીઓ, આરોગ્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં સગર્ભા, ધાત્રી, કિશોરી અને બાળકો તથા નગરજનો હાજર રહ્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ.

  મહિલા આરોગ્ય કેમ્પ દરમ્યાન શ્મ્યા મોહન માન. કલેક્ટરશ્રી નવસારીએ મુલાકાત લઇને તમામ સેવાઓની અને પ્રવ્રુત્તિઓની રૂબરૂ મુલાકાત કરી ચકાસણી કરેલ. મહિલા આરોગ્ય કેમ્પમાં નીચે મુજબની સુવિધાઓ રાખવામાં આવેલ.

રજીસ્ટ્રેશન કાઉન્ટર્સ  :  ૨

મેડિકલ ઓફિસર દ્વારા સ્ક્રીનીંગ વિભાગ : ૩

ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ-સારવાર વિભાગ : ૧

પિડીયાટ્રીશીયન દ્વારા તપાસ-સારવાર વિભાગ : ૧

લેબોરેટરી વિભાગ : ૨

દવા વિતરણ કેન્દ્રો : ૨

ઓ.આર.એસ. – ઝીંક કોર્નર : ૧

આઇ.ઇ.સી. કોર્નર : ૧

ઇનડોર વિભાગ : ૧

મા અને મા વાત્સલ્ય એનરોલમેન્ટ વિભાગ : ૧

મહિલા આરોગ્ય કેમ્પ દરમ્યાન નીચે મુજબના લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.

જનરલ ઓપીડી : ૧૪૯

ગાયનેક ઓપીડી : ૬૩

પિડીયાટ્રીક ઓપીડી : ૩૭

ડેન્ટલ ઓપીડી : ૫

લેબ. ટેસ્ટ : ૮

મા/વાત્સલ્ય એનરોલમેન્ટ : ૫૩

કુલ લાભાર્થીઓ : ૩૦૭. 

નોંધ : લાયોનેસ ક્લબ ઓફ નવસારી તરફથી સગર્ભા-ધાત્રીઓને ખજૂર અને ચણાનું વિતરણ કરવામાં આવેલ.


No comments:

Post a Comment