સોશ્યલ મીડિયાએ આજે લોકોને પાવર આપ્યો છે : જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
આજના પડકારજનક યુગમાં પત્રકારની વિશ્વનીયતા ખૂબ જરૂરી છે : શૈલેષ ત્રિવેદી
નવસારી, ૧૬-૯-૨૦૧૫
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા જિલ્લાના ગ્રામીણ પત્રકારો માટે - રૂરલ મીડિયા વર્કશોપ - વાતાલાપનું આજરોજ નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે આજે અખબાર, ટીવી અને બ્રેકીંગ ન્યૂઝ પાછળ રહી ગયા છે અને લોકો એપ્સ પર ઈન્સ્ટન્ટ ન્યૂઝ જુએ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સીટીઝન જર્નાલિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે અખબારો અને ન્યૂઝ માટે પણ ઉપયોગી બની રહયો છે. ફેશબુક, વોટ્સઅપ ટ્વીટર, બ્લોગ જેવા સોશ્યલ મીડિયાએ લોકોને વિશેષ પાવર આપ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સોશ્યલ મીડિયા આજનો જ્વલંત વિષય છે સોશ્યલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક બંનેની ખૂબ મોટાપાયે અસર થાય છે. સમયની સાથે આ માધ્યમને અપનાવવો પડે છે. છેલ્લા એક વર્ષમાં ગ્રામીણ ૨૫ મિલીયન લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહયા છે. સોશ્યલ મીડિયાની અસરોના ઉદાહરણ આપતાં તેમણે ભવિષ્યમાં સરકાર આ અંગેની પોલીસી જાહેર કરશે તેવી આશા પણ વ્યકત કરી હતી.
આજના વાર્તાલાપમાં સોશ્યલ મીડિયાની ભૂમિકા, હાલની પરિસ્થિતિમાં માધ્યમોની ભૂમિકા, મહિલાઓ સંબંધી બાબતોમાં મીડિયાની ભૂમિકા, ગ્રામીણ પત્રકારત્વ વગેરે વિષય પર વક્તાઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઈ-ટીવી, સુરતના બ્યૂરો ચીફ શ્રી શૈલેષ ત્રિવેદીએ કહ્યું કે પ્રત્યેક પત્રકાર પડકારોને ઝીલીને કાર્ય કરે છે. તેમજ સરકાર, સમાજ અને પત્રકારને એકબીજા સાથે જોડે છે. તેમણે હાલમાં બનેલી ઘટનાઓમાં પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું કે, ઘણી વખત ખોટા સમાચારના કારણે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉભી થતી હોય છે. સોશ્યલ મીડિયા પર આવતાં સમાચાર સાચા છે, કે ખોટા તે જાણવા માટે પણ લોકો પત્રકારો દ્વારા આપવામાં આવતા સમાચારો પર આધાર રાખે છે. સરકારની વાતને વિશ્વાસપૂવક લોકો સમક્ષ મૂકવા માટે પણ મીડિયાનો ઉપયોગ થાય છે, ત્યારે સેલ્ફ સેન્સરશીપ અનુસરવી તે પત્રકારો માટે ખૂબ જરૂરી છે. જો આપણે મર્યાદા ચૂકીશું તો સમાજ પણ આપણા પ્રત્યે મર્યાદા ચૂકી જશે.
વરિષ્ઠ પત્રકાર શ્રી જશુભાઈ નાયકે હાલની પરિસ્થિતિ અને માધ્યમોની ભૂમિકા અંગે ચર્ચા કરતાં જણાવ્યું કે ગ્રામ્ય સમાજ અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ ભિન્ન હોય છે, જે સમજવી પત્રકાર અને સંચાર માધ્યમો માટે ખૂબ જરૂરી છે. અંધશ્રદ્ધા સામાજીક દૂષણો દૂર કરવા માટે મીડિયા પોતાની ભૂમિકા ખૂબ સરસ રીતે નિભાવે છે, ત્યારે તેને અનેક જોખમો પણ ખેડવા પડે છે. આજે સમાજ હક બાબતે જાગૃત થયો છે, ત્યારે સરકારે પણ પત્રકારોને સુરક્ષા કવચ આપવું જોઈએ.
જાણીતા એડવોકેટ શ્રીમતી પ્રિતીબેન જોશીએ મહિલાઓ સંબંધી બાબતોમાં મીડિયાની ભૂમિકા અંગે રસપ્રદ ઉદાહરણો આપતા કાયદાકીય બાબતો અને તેને સમાજ પર પડતી અસરો અંગે કાળજી લેવા પત્રકારોને અપીલ કરી હતી.
પત્રકારોનું સ્વાગત કરતાં પ્રેસ ઈન્ફરર્મેશન બ્યુરોના અપર મહાનિદેશક શ્રી ઉદય મોરેએ જણાવ્યું કે સરકાર પોતાની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અથવા જાહેરાત કરવા માટે પીઆઈબીનો ઉપયોગ કરે છે. આજે બ્રેકીંગ ન્યૂઝના જમાનામાં વાર્તાલાપના માધ્યમથી ઘટનાઓને થોડોક બ્રેક આપી પત્રકારો પોતાના અનુભવોની આપ-લે કરવા આ કાર્યક્રમમાં ભેગા થયા છે. સરકારે વાર્તાલાપના માધ્યમથી જિલ્લા કક્ષાના પત્રકારો સુધી પહોંચવા પ્રયાસ કર્યો છે ત્યારે આપના મંતવ્યો કેબિનેટના નિર્ણયો પણ નિર્ણાયક બની શકે છે. આ પ્રસંગે પીઆઈબી ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અશોક પાઠકે પીઆઈબીની કામગીરીની જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં નવસારી સહાયક માહિતી નિયામક શ્રી મહેન્દ્ર સંઘાડા, વરિષ્ઠ પત્રકારો તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

No comments:
Post a Comment